મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે વાવડી રોડ ઉપર કબીર આશ્રમ નજીક પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂના બબ્બે લિટરના 22 બાટલા સાથે યુવાનને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ વાળા અને પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે ઈકાલે વાવડી રોડ ઉપર કબીર આશ્રમ નજીક આરોપી ભાર્ગવ સુધીરભાઈ વિઠ્ઠલાપરાના રહેણાંક મકાનમાં દરોડો પાડી રોયલ સ્ટેગ રિઝર્વ વ્હીસકીના બબ્બે લિટરના 22 બાટલા કિંમત રૂપિયા 18,040નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.