મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગર પાછળ આવેલ જીન નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી વિનુભાઈ કાનજીભાઈ મિયાત્રા ઉ.37 રહે. કૃષ્ણનગર, ગાયત્રીનગર પાસે, મુળ રહે. મોટા દહીંસરા તા.માળીયા નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.