માળીયા (મી.) : માળીયા (મી.)માં પોલીસે વ્હીસ્કીની બોટલોની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી.)માં આરામ હોટલ સામે મુળજીભાઇ રતીલાલ પરમાર (ઉ.વ. 29)ને પોલીસને જુપીટર મો.સા. નં- GJ-36-p-5138 માં ગે.કા રીતે વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂ કાઉન્ટી ક્લબ ડીલક્સ વ્હીસ્કીની 750 મીલીની કંપની શીલપેક 12 બોટલો (કિ.રૂ. 3600) સાથે મળી આવ્યો હતો. પોલીસે દારુ અને મોટર સાયકલ મળી કુલ રૂપીયા 43,600નો મુદામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે. આ કેસમાં આરોપી મુળજીએ રવિભાઇ ધીરજલાલ લખતરીયા પાસેથી વિદેશી દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે બંને આરોપીઓ સામે માળીયા (મી.) પોલીસ મથકે પ્રોહિબિશન એકટ મુજબ ગુનાની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..