જોખમી સ્ટંટના વાયરલ થયેલા વીડિયોમાં બાઇક નબરને આધારે યુવાનને દબોચી લીધોમોરબી : મોરબીમાં અગાઉ બાઇક ઉપર જોખમી સ્ટંટ કરનાર લવરમુછીયા યુવાનોના અનેક વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કડક કાર્યવાહી કર્યાનો દાખલો મોજુદ છે ત્યારે ફરી એક યુવાને પોતાની સ્ત્રી મિત્ર સાથે જોખમી સ્ટંટ સાથેનો વીડિયો વાયરલ થતા પોલીસે બાઇક નંબરને આધારે યુવાનને દબોચી લીધો હતો.મોરબી રાજકોટ હાઇવે ઉપર જોખમી સ્ટંટ કરનાર ઇસમને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી લીધો હતો. આજે મોરબીના મીડીયામા પ્રસિધ્ધ થયેલ સમાચારના આધારે પોલીસે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર જોખમી રીતે તેમના સ્ત્રી મિત્ર સાથે મોટરસાયકલ ચલાવતા હોવાનો વીડીયો વાયરલ થતા આ વીડીયોમા જોવા મળેલ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર આધારે આ ઇસમની ઓળખ કરીને બળવંતભાઈ ગોવીદભાઈ ચાવડા (રહે.નવયુગ સ્કુલ પાસે નકલંગ સોસાયટી શેરી નં.૧ કન્યા છાત્રાલય રોડ મોરબી) નામના યુવાનને GJ-36-AH-1428 નંબરના બાઇક સાથે ઝડપીને પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.