મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સો ઓરડી નજીક પરશુરામ પોટરી ગ્રાઉન્ડ પાસેથી શંકાસ્પદ રીતે જીજે - 36 - એએસ - 4487 નંબરનું એક્ટિવા લઈને નીકળેલા આરોપી દેવજીભાઈ કરશનભાઇ પરમાર ઉ.25 રહે.ઉમિયાનગર, સિરામિક સીટી પાછળ, મોરબી વાળાને અટકાવી તલાશી લેતા એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂના 180 મીલી માપના ચાર ચપલા કિંમત રૂપિયા 400 મળી આવતા પોલીસે 40 હજારના એક્ટિવા સહિત 40,400નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.