મોરબી : મોરબીની લીલાપર ચોકડીએ નવાગામ તરફ જવાના રસ્તાના ખૂણે રીક્ષા ચાલક અમૃતલાલ અરજણભાઇ રાઠોડ ગઈકાલે સવારે પોતાની રીક્ષા પાર્ક કરીને ઉભા હતા ત્યારે આરોપી રવીભાઇ વાલાભાઇ ખાંભલા રહે.લીલાપર વાળાએ ત્યાં આવી પોતાને કાર પાર્ક કરવી હોવાનું કહી જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ મુજબ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.