સામાપક્ષે નળિયાનો ટુકડો માથામાં માર્યાની ફરિયાદ નોંધાઇમોરબી : મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં ગઈકાલે મતદાનનના દિવસે સરકારી યોજના અંગે લોકોને માહિતગાર કરી રહેલા યુવાન પર બે વ્યક્તિએ હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાઇ હતી.તો સમાપક્ષે દારૂ વેચાણ કરતા હોવાની ખોટી વાતો કરી સમાજમાં બદનામ કરતા હોવાના આરોપ સાથે આરોપીએ નળિયાનો ઘા મારી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સો ઓરડી વિસ્તારમાં ત્રીમંદિર પાસે આરોપી મગનભાઈ નાનજીભાઈ સોલંકી અને આરોપી જયું ગૌતમ સોલંકીએ ફરિયાદી રામજીભાઈ ઉર્ફે રમેશભાઇ જેઠાભાઇ ચાવડા ઉ.44ને જેમફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ફરિયાદી સમાજના લોકોને સરકારની જુદી - જુદી યોજનાનો લાભ લેવા સમજાવતા હોય જે આરોપીઓને સારું નહિ લાગતા માર માર્યો હતો.સામાપક્ષે મગનભાઈ નાનજીભાઈ સોલંકીએ આરોપી રમેશભાઈ જેઠાભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપી રમેશભાઈ ફરિયાદીને સમાજમાં બદનામ કરવા દારૂ વેંચતા હોવાની ખોટી વાતો કરી પોતાની સાથે આવવા જવા તથા રહેવાનું કહેતા ફરિયાદીએ બદનામ કરવાની ના પાડી સાથે આવવાની ના પાડતા ગાળો આપી ત્રણ ફડાકા ઝીકી દઈ માથામાં નળિયાનો ટુંકડો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.