યુવતીની માતા સહિતના છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદવાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે પ્રેમ સંબંધનો ખાર રાખી યુવાનને રસ્તામાં આંતરી યુવતીની માતા સહિતના છ ઈસમોએ યુવાનને માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે રહેતા ફરિયાદી પ્રભુભાઈ જોધાભાઈ મેર ઉ.26 નામના યુવાનને યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતનો ખાર રાખી આરોપી (૧) વિજયભાઇ ધુડાભાઇ ડાભી (૨) મધુબેન રમેશભાઇ ડાભી (૩) ભરતભાઇ ધુડાભાઇ ડાભી (૪) હરેશભાઇ હેમંતભાઇ ડાભી (૫) ગુંણવતભાઇ હેમંતભાઇ ડાભી અને (૬) ચતુરભાઇ રમેશભાઇ ડાભી રહે. તમામ રાતડીયા ગામ વાળાઓએ પ્રભુભાઈને રસ્તામાં આંતરી લાકડી, પાઇપ અને ધારીયા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.