વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે ઘર પાસે ગાળા ગાળી કરી રહેલા ત્રણ શખ્સને ગાળો બોલવાની ના પાડતા યુવાનને લાકડી વડે બેફામ માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતા ફરિયાદી નિતીનભાઈ કાંતિભાઈ વોરાના ઘર પાસે આરોપી કાળું વિપુલભાઈ વોરા, જયસુખ ગોવિંદભાઇ વોરા અને ધમો અશોકભાઈ વોરા નામના શખ્સો બેફામ ગાળો બોલતા હોવાથી નિતીનભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા આરોપીઓએ લાકડી વડે ફરિયાદી નીતિનભાઈ તેમજ સાહેદોને માર મારતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.