બે પાડોશી શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી : મોરબીના ગુંગણ ગામેં ઘરની બહાર પાણી ઢોળવા બાબતે યુવાનને બે પાડોશી શખ્સોએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને બે પાડોશી શખ્સો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતા અને મજૂરી કામ કરતા સુરેશભાઇ શિવાભાઇ ઝીંઝવાડીયા (ઉ.વ.૨૮) એ તેમના પાડોશમાં રહેતા વિક્રમ જેશીંગભાઇ સુરેલા, મહેશભાઇ જેશીંગભાઇ સુરેલા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૪ ના રોજ સવારના સાડા આઠેક વાગ્યે ફરીયાદીને ઘરની બહાર પાણી ઢોળવા બાબતે ફરીયાદી સાથે આરોપીઓએ ઝઘડો કરી બેફામ ગાળો આપી લાકડી વડે તથા ઢીકાપાટુનો ફરીને માર મારીને મારી નાખવાની ધમકી આપીને ફરીને હાથમા વાસામા તથા માથામા મુંઢ ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે પોલીસે યુવાનની ફરિયાદ પરથી બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.