મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલા હનુમાનજી મંદીરે બનેલી ઘટનામાં ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલા હનુમાનજી મંદીરે દર્શન કરવા ગયેલા યુવાનને અહીં કેમ આવ્યો કહી ચાર શખ્સોએ હુમલો નાકમાં ફ્રેક્ચર કરી નાખતા આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર સબજેલ પાસે હનુમાનજી મંદિર સામે રહેતા જયેશભાઇ હમીરભાઇ ખાંભલા ઉ.34 નામના યુવાન તા.7ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે હનુમાનજીના મંદિરે ગયા હતા ત્યારે મંદિરે રહેલા આરોપી વિક્રમભાઇ છગનભાઇ જારીયા, વિજયભાઇ ભગવાનજીભાઇ જારીયા, છગનભાઇ ટપુભાઇ જારીયા અને જેઠાભાઇ ટપુભાઇ જારીયા રહે. બોરીચા વાસ મોરબી વાળાએ તું અહીં કેમ આવ્યો કહી ગાળો આપી ઢીક્કાપાટુનો માર મારી મંદિરના દરવાજાની બાજુમા આવેલ સીમેંન્ટ બાકળા ઉપર પછાડેલ હતા. આ મારામારીના બનાવમાં આરોપીઓએ જયેશભાઇ હમીરભાઇ ખાંભલાને ઈજાઓ પહોંચાડી નાકમાં ફ્રેક્ચર કરી નાખતા ચારેય વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.