મોરબી : મોરબીના પોલો સર્કલ પાસે ત્રણ દિવસ પૂર્વે રાત્રીના સમયે ઇંડાની લારીએ એક યુવક હિન્દીભાષી યુવક સાથે બોલાચાલી કરી રહ્યો હોય જેથી મિત્ર પાસે બેઠેલા યુવકે ઝઘડો કરવાની ના પાડતા આ બાબતનો ખાર રાખી યુવકને ધોકા વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના બેલા નજીક એસ્ટોનિયા સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ જામજોધપુરના વતની ભરતભાઇ એભાભાઈ મોકરિયા ઉ.42 નામના યુવકે તાલુકા પોલીસ મથક ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.4ના રોજ ફરિયાદી ભરતભાઇ પોલો સર્કલ પાસે ઇંડાની લારીએ મિત્રો સાથે બેઠા હતા ત્યારે આરોપી વિશાલ કેશુભાઈ સાવલિયા નામનો શખ્સ હિન્દીભાષી યુવક સાથે માથાકૂટ કરતો હોવાથી ભરતભાઇએ ઝઘડો કરવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા આરોપી વિશાલ કેશુભાઈ સાવલિયાએ લાકડાના ધોકા વડે માર મારતા ભરતભાઈને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.