મોરબી : મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા અક્ષય વિનુભાઈ સોલંકીને એકાદ મહિના અગાઉ આરોપી ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા રહે.પીપળીયા તા.મોરબી વાળા સાથે ઝઘડો થયો હોય જે બાબતનો ખાર રાખી આરોપી ઓમદેવસિંહ અક્ષયને પીપળીયા ચાર રસ્તે બોલાવતા અક્ષય ત્યાં ન જતા આરોપી ઓમદેવસિંહ ફરિયાદીના ઘેર આવી ઝઘડો કરી અક્ષયને માર મારી તેમના પત્ની આશાબેનનું બાવડું પકડી પછાડી દેતા આશાબેને આરોપી ઓમદેવસિંહ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહત્વનું છે કે, ગઈકાલે ઓમદેવસિંહ અક્ષય સહિતના બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.