મોરબી : મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે મિત્રની રાહ જોઇને ઉભેલા યુવાનને ત્રણ શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી માર મારી માથું ફોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના મોરબીના વિશિપરામાં રહેતો અમિત દિલીપભાઈ સારડા નામનો યુવાન પોતાના મિત્રની રાહ જોઇને કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ઉભો હતો ત્યારે આરોપી રુદ્રસિંહ દરબાર, સુદો પટેલ અને વિરુ દરબાર ત્યાં બાઈક લઈને ધસી આવી જૂની અદાવતનો ખાર રાખી ઝઘડો કર્યો હતો અને ઢીકા પાટુનો માર મારી પાઇપ વડે માર મારતા માથામાં ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.