મોરબી : મોરબી તાલુકાના બેલા રંગપર ગામે શેરીમાં કલરની ગન સાફ કરવા બાબતે બે મહિલા વચ્ચે ઝઘડો થયા બાદ ચાર શખ્સોએ યુવાનને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બેલા રંગપર ગામે રહેતા વસીમ ઓસમાણભાઇ નારેજા ઉ.24 નામના યુવાને આરોપી મોમજી જેશાભાઇ રબારી, નવઘણભાઇ ઉર્ફે ગોનો રબારી, વિવેકભાઇ રણછોડભાઇ રબારી અને મેરૂભાઇ કાનાભાઇ ટમારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે શેરીમાં કલરની ગન સાફ કરવા મામલે વસીમભાઈના પત્ની રસીદાબેનને બાજુમાં પાડોશમાં રહેતા રતીબેન કાનાભાઇ ટમારીયા વચ્ચે બોલાચાલી થઇ હોય જેનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરી વસીમભાઈને ફોન કરી ઘરની બહાર બોલાવી ઢીકાપાટુનો મારમારવાની સાથે જાનથી મારી નાખવા ધમકી આપી લાકડાના ધોકા વડે માર મારતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.