ઉધારમાં વસ્તુ ખરીદવામાં વચ્ચે પડેલા યુવાનને કડવો અનુભવવાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા યુવાને મિત્રતાને દાવે કરિયાવરની વસ્તુ બાકીમાં લઈ દીધા બાદ આ ચીજવસ્તુના બાકી પૈસા નહિ ચુકવનાર શખ્સને વેપારીને બાકી પૈસા આપવાનું કહેતા માથાભારે શખ્સે યુવાનને ગાળો આપી માથામાં ઇટનો ઘા ફટકારી દેતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા ઇસ્માઇલભાઈ ફતેહભાઈ શેરસિયા ઉ.45 નામના યુવાને આરોપી કાદરભાઈ અલ્લારખાભાઈ સંધી રહે.લાલપર વાળાને કમાન ફર્નિચર નામની દુકાનમાંથી ઉધારમાં કરિયાવરનો સામાન લઈ દીધો હોય જેના બાકી પૈસા ચૂકવી દેવા કહેતા આરોપીએ ફોનમાં ગાળો આપી બાદમાં ચંદ્રપુર ગામના બોર્ડ પાસે આવી ઝઘડો કરી માથામાં છૂટો ઇટનો ઘા મારી દેતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.