મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર ગઈકાલે બપોરના સમયે લાલપર નજીક પનારા રોડવેજ પાસે પગપાળા જઈ રહેલા મૂળ રાજસ્થાનના વતની સુલતાન મુલ્કી પુરણભાઈ ખાન ઉ.18 રહે.હાલ, પયોનિયર સિરામિક લાલપર વાળાને જીજે - 36 - વી - 5291 નંબરના ડમ્પર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતના આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ અકબર મુલ્કી પુરણભાઈ ખાન રહે.હાલ વેરિટાસ સિરામિક, ઉંચી માંડલ ગામ વાળાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.