વાંકાનેર મોરબી હાઇવે ઉપર પ્રેમજીનગર નજીક બનેલી ઘટના મોરબી : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર પ્રેમજીનગર નજીક રોડ ઉપર ઉભા ઉભા વાતો કરી રહેલા યુવાનને અજાણ્યા સીએનજી રીક્ષા ચાલકે હડફેટે લેતા ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર પ્રેમજીનગર પાસે રોડ ઉપર ઉભા ઉભા વાતો કરી રહેલા ધનજીભાઇ ઉર્ફે રાજ દેવજીભાઇ પરમાર, રહે.પ્રેમજીનગર, મુળ.રહે.સડલા ગામ તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાને એક અજાણ્યા સી.એન.જી. રીક્ષાના ચાલકે તા.10 ના રોજ હડફેટે લેતા જમણી આંખ પાસે ગાલ ઉપર તથા જમણા હાથે તેમજ શરીરની ડાબી બાજુ છાતીના ભાગે પાંસડીમાં ગંભીર ઇજા પહોંચી હતી. વધુમાં અકસ્માત સર્જી રીક્ષા ચાલક નાશી જતા આ મામલે મોરબી તાલુકા પોલીસ અકસ્માત અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.