રસ્તે રઝળતાને માનવીય હૂંફ આપી સ્નાન કરાવી, હાથપગના નખ કાપી અને બાલદાઢી કરીને પૌષ્ટિક આહાર આપ્યો મોરબી : જે લોકોને ખરેખર મદદની જરૂર હોય એવા લોકોને મદદરૂપ બનીને તેમની સેવા કરવી એ જ માનવ જીવનનો મુખ્ય ઉદ્દેશ છે. ત્યારે મોરબી યુવાનને આ ભાવનાને ખરા અર્થમાં દીપાવી સમાજથી તરછોડાયેલા અને મનમોજી બનીને ફરતા લોકોની સેવા કરીને તેમના પ્રત્યે આત્મીયજન જેવી સદભાવના દર્શાવી છે અને મનોરોગીઓને નવડાવી હાથપગના નખ કાપી અને બાલદાઢી કરીને પૌષ્ટિક આહાર આપ્યો હતો. મોરબીમાં રહેતા મેહુલભાઈ ગાંભવા અને તેમની ટીમે સમાજથી તરછોડાયેલા અને રખડતું ભટકતું જીવન જીવતા મનમોજીઓ માટે સેવાકીય કાર્ય હાથ ધર્યું હતું. જેમાં મેહુલભાઈ ગાંભવા તેમજ હિરેનભાઈ, જયંતિભાઈ પઠાણ (પુરબીયા) સહિતની ટીમે નિસહાય લોકોને મદદરૂપ થવાની ભાવનાને દીપાવીને શહેરમાં રખડતા ભટકતા મનોરોગીઓને નવડાવીને હાથપગના નખ કાપી તેમજ બાલદાઢી કરીને સ્વચ્છ કર્યા હતા. બાદમાં આ લોકોને પૌષ્ટિક આહાર યુક્ત નાસ્તો કરાવ્યો હતો. જ્યારે એક મનોરોગીને મોઢામાં ચાંદી પડી હોય ઓમ ક્લિકનીકના ડો. હિતેશભાઈએ નિદાન કરીને જરૂરી સારવાર કરી હતી. જ્યારે મનોરોગીને નવડાવવા માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા જગ્યા ફાળવવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..