નાની વાવડી ગામે બનેલો બનાવ, પાડોશીએ યુવાનનું માથું ફોડી નાખ્યુંમોરબી : મોરબીના નાની વાવડી ગામે શેરીમાં ફટાકડા ફોડવા મામલે ત્રણ શખ્સોએ યુવાન સાથે ઝઘડો કરી પાઈપનો ઘા ઝીકી યુવાનનું માથું ફોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે સાધુ વાસવાણી સોસાયટીમાં રહેતા દર્શનભાઈ નંદલાલભાઈ ભાનુશાળી પોતાના ઘર પાસે દિવાળીની રાત્રે ફટાકડા ફોડતા હતા ત્યારે બાજુની શેરીમાં રહેતા આરોપી મહેશભાઈ મંગેના માતા ઘર બહાર બેઠા હોય તેમની પાસે ક્યાંકથી ફટાકડો ઉડીને આવતા આરોપીને લાગ્યું હતું કે, દર્શનભાઈએ ફટાકડો ફેંક્યો છે જેથી ઝઘડો થયો હતો.બાદમાં આરોપી મહેશભાઈ મંગે, નિખિલ મહેશભાઈ મંગે અને રાજુ અશોકભાઈ મંગેએ વધુ ઝઘડો કર્યો હતો અને આરોપી રાજુએ દર્શનભાઈના માથામાં પાઇપ ઝીકી દેતા ઇજાઓ પહોંચતા 108 મારફતે દર્શનભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે દર્શનભાઈએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.