ઇજાગ્રસ્તના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર ગોપાલ કાંટા સામે આવેલ જાહેર રોડ ઉપર ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્તના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત અનુસાર મોરબીના ઈન્દિરાનગર, મોમાઈ કીરાણા સ્ટોરની બાજુમા રહેતા ચેતનભાઈ નરશીભાઈ જીતીયા ગત તા.૧૫ ના રોજ જુના ઘુંટુ રોડ ઉપર ગોપાલ કાંટા સામે આવેલ જાહેર રોડ પોતાના GJ 36 Q 8769 નંબરના બાઈક લઈને જતા હતા. ત્યારે જુના ઘુંટુ રોડ ઉપર ગોપાલ કાંટા પાસે ટ્રક નં,GJ 12 Z 2526 ના ચાલકે પોતાની ટ્રક સ્પીડમા ગોપાલ કાંટા તરફ એકદમ બેફીકરાઈથી ચાલવી આ બાઇકને હડફેટે લઈ લેતા બાઈક ચાલક યુવાનને મોઢાના ઝડબાના ભાગે ફેકચર તથા માથામા તેમજ હાથમા ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્તના ભાઈ મુકેશભાઈ નરશીભાઈ જીતીયાએ આરોપી ટ્રક ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી.