રણછોડગઢ ગામે મિત્ર સાથે માંડવામાં જતા સમયે બનેલી ઘટનાહળવદ : મોરબીના ઘુંટુ ગામે રહેતો યુવાન મિત્રો સાથે હળવદના રણછોડગઢ ગામે મામા સાહેબના માંડવામાં જતો હતો ત્યારે માથક નજીક રોડ ઉપર અચાનક કૂતરું આડું ઉતરતા બાઈક ઝાડ સાથે ભટકાઈ જતા યુવકનું કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.27ના રોજ રાત્રીના સમયે મોરબીના ઘુંટુ ગામે દાડમા દાદાના મંદિર પાસે રહેતો રાકેશ ધીરુભાઈ રાઠોડ ઉ.19 નામનો યુવક જીજે 36 એકે 7586 નંબરનું બાઈક લઈ મિત્ર ભરતભાઇ ચંદુભાઈ સેખાણી તેમજ પ્રવીણભાઈ રઘુભાઈ ભરવાડ સાથે રણછોડગઢ ગામે મામા સાહેબના માંડવામાં જતા હતા ત્યારે અચાનક જ માથક નજીક રોડ ઉપર કૂતરું આડું ઉતરતા બાઈક તારવવા જતા બાઈક રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાતા ગંભીર ઇજાઓ થતા રાકેશનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.