મોરબી : મચ્છુ-3 ડેમમાં આજે એક યુવાને પડતું મૂક્યું હતું. જો કે આ વેળાએ હાજર ટ્રાફિક પોલીસ અને રાહદારીઓએ તુરંત તેને બચાવી લીધો હતો. આ સેવાકાર્યમાં ડ્રાઇવર મહેશભાઈ ગઢવી, રોહિતભાઈ, જીલુભાઈ ગોગરા સહિતના જોડાયા હતા. તેઓએ યુવાનને આપઘાત ન કરવા સમજાવી ઘરે પરત મોકલ્યો હતો.