પત્ની સાથે ઝઘડો થતા આપઘાતનો પ્રયાસ કર્યાનું તારણ : હાલ યુવક સિવિલમાં દાખલમોરબી : મોરબીમાં પુલ ઉપરથી ઝંપલાવીને આપઘાત કરવાના બનાવો વધી રહ્યા છે. તેવામાં આજે એક યુવકે મયુર પુલ ઉપરથી ઝંપલાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ યુવકનો ચમત્કારિક રિતે બચાવ થયો છે. પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના મયુર પુલ ઉપરથી આજે સવારના સમયે કનુભાઈ સનાભાઈ નાયક નામના એક યુવકે ઝંપલાવ્યું હતું. તે નિચે બેઠા પુલ ઉપર પડ્યો હતો. બાદમાં તેને તુરંત જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ આ યુવકને માત્ર શ્વાસ લેવામાં થોડી તકલીફ પડી રહી છે. કોઈ ભાંગ તૂટ કે મોટી ઇજા પણ પહોંચી નથી. આમ પુલ ઉપરથી ઝંપલાવ્યા બાદ પણ યુવક હેમખેમ છે. આ યુવકે પત્ની સાથે ઝઘડો થયા બાદ નશામાં પુલ ઉપરથી ઝંપલાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.