નાની પીપળી ગામના યુવાને માનસિક બીમારીથી કંટાળી પગલું ભર્યાનું બહાર આવ્યું મોરબી : મોરબી શહેરની ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા યુવાને ગઈકાલે અડધી રાત્રે હોસ્પિટલના ચોથા માળેથી પડતું મૂકતા ગંભીર ઇજાઓ બાદ પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવાને માનસિક બીમારીથી કંટાળી આ પગલુ ભર્યાનું સામે આવ્યું છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની પીપળી ગામે રહેતા સંદીપભાઈ પ્રવીણભાઈ રજોડિયા નામના યુવાનને છેલ્લા છ મહિનાથી મગજની બીમારી હોવાથી સારવાર ચાલુ હતી જેમાં સંદીપભાઈને ગોકુલ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હોય ગત રાત્રીના અઢી વાગ્યાના અરસામાં હોસ્પિટલના ચોથા માળેથી પડતું મુકતા ગંભીર ઇજાઓ સાથે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસના માનસિક બીમારીથી કંટાળી સંદીપભાઈએ આ પગલું ભર્યાનું સામે આવ્યું છે.