ટંકારા : મોરબી - રાજકોટ હાઇવે ઉપર ટંકારા નગરનાકા નજીક ટ્રક અને આઈ ટવેન્ટી કાર વચ્ચે અકસ્માત સર્જાતા રાજકોટ કાલાવડ રોડ ઉપર રહેતા કાર ચાલક સુરેશભાઈ રમેશભાઈ સીતાપરાને માથાના ભાગે તેમજ નેણના ભાગે ઇજાઓ પહોંચતા ટ્રક નંબર જીજે - 12 - બીએક્સ - 6879ના ચાલક વિરુદ્ધ કાર ચાલકે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.