મોરબી : ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત મધ્યઝોન કક્ષાના યુવા ઉત્સવમાં મોરબીના પ્રજાપતિ યુવાન ધ્રુવ રમણીકભાઇ બરાસરાએ લોકવાદ્ય (ઢોલવાદન )માં પ્રથમ નંબર મેળવીને સમસ્ત પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે.મહત્વનું છે કે, તારીખ 21 અને 22 ઓક્ટોબરના રોજ દાહોદ ખાતે મધ્ય ઝોન કક્ષાના યુવા ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં જોધપર નદીની એમ.પી. પટેલ બીએડ કોલેજના વિદ્યાર્થી અને પ્રજાપતિ સમાજના ધ્રુવ રમણીકભાઈ બરાસરાએ ઢોલવાદન સ્પર્ધામાં પ્રથન નંબર મેળવ્યો છે. હવે ધ્રુવ આગામી રાજ્ય કક્ષાએ યોજાનાર યુવા ઉત્સવમાં ભાગ લેવા જશે.