મોરબી : દેશના પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહનું નિધન થયું છે. જેના કારણે સમગ્ર દેશ શોકમગ્ન છે. ત્યારે મોરબીના એક યુવાન પાસે ડો. મનમોહન સિંહ દ્વારા લિખિત પત્રોનો અનોખો સંગ્રહ સચવાયેલો છે.મોરબીના યુવા એડવોકેટ મિતેષભાઈ દવે પાસે ડો. મનમોહન સિંહ દ્વારા લખાયેલા પત્રો સચવાયેલા છે. વર્ષ 2018 અને 2019માં ડો. મનમોહન સિંહે તહેવાર અને નવા વર્ષની શુભકામના પાઠવતા પત્રો મિતેષભાઈ દવેને લખીને મોકલ્યા હતા. જેમાં મનમોહનસિંહનો ફોટો અને ઓટોગ્રાફ પણ છે. આ પત્રો આજે પણ મિતેષભાઈ દવેએ પોતાના સંગ્રહમાં સાચવીને રાખ્યા છે. હવે ડો. મનમોહન સિંહે આ દુનિયાને અલવિદા કહી દીધું છે ત્યારે આ પત્રો હંમેશા મિતેષભાઈ દવે માટે સંભારણું બની રહેશે. આ સાથે જ મિતેષભાઈ દવેએ ડો. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે.