મોરબી : મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતો મૂળ પશ્ચિમ બંગાળનો 28 વર્ષીય યુવક ગુમ થયો છે. આ અંગે ગુમ થનાર યુવકના ભાઈએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપીને પોતાના ભાઈની શોધખોળ કરવા જણાવ્યું છે. મળતી વિગત પ્રમાણે મોરબીની ટી.કે હોટલની બાજુમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના સેમલકુમારદાસ પ્રશાંતદાસ વૈષ્ણવે પોલીસને અરજી આપી છે કે, તેનો 28 વર્ષીય નાનો ભાઈ વિશ્વભારતીદાસ પ્રશાંતદાસ વૈષ્ણવ (જેનું હુલામણું નામ આરુષ છે) તે 26 જૂનના રોજ સવારે 10:30 વાગ્યે લક્ષ્મીનારાયણ સોસાયટીથી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ તેના મોબાઈલ નંબર પર સંપર્ક કરતા લાલબાગ પાસે જમવા બેઠો છું એમ કહ્યું હતું. પરંતુ ત્યારબાદ તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. ગુમ થયેલ યુવક પાસે બુલેટ મોટર સાયકલ જેનો નંબર GJ--DP-5737 હતું. આ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ એમ. આર. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.