ટંકારા : ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતા યુવકને સાપે ડંખ દેતા તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. મોરબી-ટંકારા-રાજકોટ રોડ પર લજાઈ ચોકડી પાસે લજાઇ ગામે રહેતા મુકેશભાઇ મંગલભાઇ (ઉ.વ. 45) ગત તા. 27ના રોજ લક્ષ્મણભાઇની વાડીએ કામ કરતો હતો. ત્યારે સાપ કરડી જતા ઝેરી અસર થતા સારવાર અર્થે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદમા વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે બેભાન હાલતમા લાવતા ફરજ પરના ડોકટરે જોઇ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ગઇકાલે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..