મોરબી : ખેલ મહાકુંભ 3.0માં હેન્ડ બોલ સ્પર્ધામાં મોરબીના કોયલી ગામના યુવાન ભાગ્યરાજસિંહ દિલીપસિંહ જાડેજાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને મોરબીનું નામ રોશન કર્યું છે. ભાગ્યરાજસિંહ જાડેજા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અતર્ગત (DLSS) હાલ જૂનાગઢ આલ્ફા વિદ્યા સંકુલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે અને સ્પોર્ટ્સમાં હેન્ડ બોલ રમતની તાલીમ લઈ રહ્યા છે. ભાગ્યરાજસિંહ જાડેજાએ હાલ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ અને ઝોન કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. હાલ મહેસાણા જિલ્લામાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ટીમ વિજેતા થતાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.