હળવદ : હળવદ શહેરમાં સરદાર પટેલ વિદ્યાલય સામે ઝૂંપડામાં રહેતા મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદના વતની અનિલભાઈ ભાવસંગભાઈ ભાભોર ઉ.27 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.