મોરબી : હાલ રાજકોટ રહેતાં અને મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હીરાપર ગામના આર્ષ પ્રવિણભાઈ ફેફરે સ્ટાફ સિલેકશનની પરીક્ષા પાસ કરી Income Tax Inspectorની પદવી પ્રાપ્ત કરી સમગ્ર પરિવાર તથા ગામનું નામ રોશન કર્યું છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાનકડા એવા હીરાપર ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા આર્ષ પ્રવિણભાઈ ફેફરના માતા શિક્ષક અને પિતા બિઝનેસમેન છે. ત્યારે આર્ષ ફેફરે સ્ટાફ સિલેકશનની પરીક્ષા પાસ કરી Income Tax Inspectorની પદવી પ્રાપ્ત કરી છે. આર્ષએ સમગ્ર ફેફર પરિવાર અને હીરાપર ગામનું ગૌરવ વધાર્યું છે. તેની આ સિદ્ધિ બદલ આર્ષને સગાં - સંબંધીઓ, મિત્રો, સ્નેહીજનો તરફથી ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેમજ ઉત્તરોત્તર પ્રગતિ કરી ફેફર પરિવારનું નામ રોશન કરતાં રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.