મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટિયા નજીક સિમેન્ટ રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા યોગેસ બરંજ શર્મા ઉ.32 રહે.સિરામિક સીટી, મોરબી, મૂળ રહે.હરિયાણા નામના યુવકનું બાઈક સ્લીપ થઈ જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની ગુરુદર્શન કૌરની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.