હળવદ : હળવદ હાઇવે પર આવેલ કવાડિયા ગામના પાટીયા પાસે રેલવે ફાટક નજીક ધાંગધ્રાના યુવાનનું ટ્રેન હડફેટે મૃત્યુ નિપજ્યું હતું.બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના બારેક વાગ્યાની આસપાસ હળવદ હાઇવે પર આવેલ કવાડિયા ગામના પાટીયા નજીક રેલવે ફાટક પાસે ધાંગધ્રા શહેરમાં આવેલ નરસિંહપરા વિસ્તારમાં રહેતા નાગરભાઈ ઈશ્વરભાઈ પરમાર ઉમર વર્ષ 40 નામના યુવાનનું અમદાવાદ તરફથી કચ્છ તરફ જતી પેસેન્જર ટ્રેન હડફેટે મૃત્યુ થયું હતું.બનાવના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ રેલવે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી મૃતક યુવાનની તપાસ કરાતા ધાંગધ્રાનો હોવાનું સામે આવ્યું હતું જેથી આ બનાવની જાણ તેઓના પરિવારજનોને કરવામાં આવી છે.