પાનનો ગલ્લો ચલાવતા દિનેશભાઈ પરમારના પુત્રએ બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદથી MBBS પૂર્ણ કરી સતવારા સમાજ અને મોરબીનું નામ રોશન કર્યુંમોરબી : મોરબીના વાઘપરા ગામમાં પાનનો નાનો ગલ્લો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઈ મોહનભાઈ પરમારના પુત્ર મેહુલ દિનેશભાઈ પરમારે જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. મેહુલે અમદાવાદની પ્રતિષ્ઠિત બી.જે. મેડિકલ કોલેજમાંથી (બેચ - 2020) MBBS ની પદવી પ્રાપ્ત કરી છે. આ ભવ્ય સિદ્ધિ બદલ માત્ર પરમાર પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર સતવારા સમાજ અને મોરબી જિલ્લામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને ગૌરવની લાગણી વ્યાપી છે.મેહુલે પોતાનું પ્રાથમિક શિક્ષણ રાષ્ટ્રીય શાળામાં પૂર્ણ કર્યું હતું. તેની સખત મહેનત અને અડગ લગન થકી આજે તેણે MBBS પૂર્ણ કરી ડોક્ટર પદવી મેળવવાનું સપનું સાકાર કર્યું છે. એક સામાન્ય અને નાના પરિવારમાંથી આવતા યુવાનની આ સિદ્ધિ અને સંસ્કારિતા અન્ય યુવાનો અને સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક છે. ડોક્ટર મેહુલ પરમારની આ સફળતા બદલ ચોમેરથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.#Morbi #MorbiUpdate #MBBS #ProudMoment #SatwaraSamaj #Education #SuccessStory #Inspiration #Gujarat #BJMedicalCollege