નદીમાં ન્હાવા પડતા યુવાન ડૂબી જવાથી મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગે નદીમાં શોધખોળ હાથ ધરી મોરબી : મોરબીના ઘુંટું ગામ નજીક નદીમાં ન્હાવા પડ્યા બાદ એક યુવાન ડૂબી ગયો હતો.આ બનાવની જાણ થતાં મોરબીનો ફાયર બ્રિગ્રેડ વિભાગ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને નદીમાં ડૂબેલા યુવાનની શોધખોળ હાથ ધરી છે. મોરબીના ફાયર બ્રિગેડના વિનયભાઈ ભટ્ટે આ બનાવની માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલા સીરામીક કારખાનામાં કામ કરતા બે હિન્દીભાષી મજૂરો ઘુંટું રોડ પર આવેલ સિમ્પોલો સીરામીક કારખાના નજીક નીકળતી નદીના કાંઠે બેઠા હતા.તેમાંથી એક મજુરે નદીમાં ન્હાવા માટે ઝંપલાવ્યું હતું અને નદીમાં ઉડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગ્રેડ વિભાગ ઘટના સ્થળે દોડી જઈને નદીમાં ડૂબેલા યુવાનની શોધખોળ હાથ ધરી હતી.જોકે નદીમાં ઉપરથી પાણીનો પ્રવાહ સતત વહેતો હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી રહી હોવાનું ફાયર બ્રિગ્રેડ વિભાગે જણાવીને શોધખોળ ચાલુ રાખી છે.