મચ્છુ 2 ડેમમાં જતી કેનાલમાં નહાવા પડેલા ઝારખંડના યુવાનનો આબાદ બચાવમોરબી : મોરબીના લખધીરપુર રોડ પર આવેલી લેક્સસ ગ્રેનિટો ફેક્ટરી પાછળથી પસાર થતી કેનાલમાં આજે એક યુવાન નહાવા પડ્યો હતો. નહાતી વખતે અચાનક ડૂબવા લાગતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દોરડા વડે યુવાનને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.મળતી વિગતો મુજબ, મોરબીના લખધીરપુર રોડ પર લેક્સસ ગ્રેનિટો પાછળથી પસાર થતી અને મચ્છુ 2 ડેમમાં જતી કેનાલમાં આજે એક યુવાન નહાવા માટે પડ્યો હતો. આ યુવાન મૂળ ઝારખંડનો વતની હોવાનું અને આસપાસની જ કોઈ સિરામિક ફેક્ટરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.યુવાન કેનાલમાં નહાવા પડ્યો ત્યારે અચાનક પાણીના પ્રવાહમાં ડૂબવા લાગ્યો હતો અને થોડે દૂર સુધી તણાઈ ગયો હતો. આ દરમિયાન આસપાસના લોકોની નજર પડતા તેઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ સમયસૂચકતા વાપરી હાથમાં જે આવ્યું તે દોરડું (રાંઢવું) કેનાલમાં નાખીને ડૂબતા યુવાનને પકડી પાડ્યો હતો અને તેને હેમખેમ બહાર કાઢ્યો હતો. આમ, લોકોની સતર્કતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી.#Morbi #MorbiNews #MorbiUpdate #Rescue #Canal #LakhdhirpurRoad #LiveRescue