મોરબી : મોરબીના લીલાપર નજીક આવેલી કેનાલમાં ડૂબી જતાં લીલાપર ગામમાં રહેતા 20 વર્ષીય યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા શ્યામ ભરતભાઇ અગોલા ઉ.20 નામનો યુવાન કેનાલમાં પડી જતા ડુબી જવાથી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.