ખેતરમાં દવાનો છંટકાવ કરતી વખતે બનેલી ઘટના વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીયા ગામે વાડી, ખેતરમાં દવા છાંટતી વખતે તરસ લાગતા ભૂલથી દવા વાળા ડબલાથી પાણી પી લેતા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા શક્તિસિંહ ગોવુભા વાળા પોતાની ગારીયા ગામની સીમમા આવેલ વાડીએ વાવેતરમા ઝેરી દવાનો છંટકાવ કરતા હતા ત્યારે પાણીની તરસ લાગતા પાણીના બદલે ઝેરી દવાનુ ડબલુ હાથમા આવી જતા ડબલામા પાણી પી જતા ઝેરી અસર થતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.