મોરબી : મોરબી શહેરમાં આવેલ ફેકટરીમાં યુવાનને એટેક આવતા તેનું મૃત્યુ થયું હતું. મોરબીમાં વિશાલ ફર્નિચર વાળી શેરી ઉમા શેરા ડેકોર કારખાનામાં મીરાજ રમેશભાઇ કારાવાડીયા (ઉ.વ. 27, રહે. મહેન્દ્રનગર ચોકડી પાસે, રામેશ્વર પાર્ક સો.સા., સત્યમ હાઇટ્સ એપાર્ટમેન્ટ)ને વિશાલ ફર્નિચરવાળી શેરીમાં ઉમા શેરા ડેકોર કંપનીમાં એટેક આવી જતા તેનું મોત નીપજ્યું હતું. તેમની ડેડ બોડીને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..