મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર યુવાન બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ કૂતરું બાઈક આડે ઉતરતા બેલેન્સ ગુમાવતા નીચે પટકાયેલ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સમર્પણ હોસ્પિટલ પાછળ ભક્તિનગર સોસાયટીમાં રહેતા જયસુખભાઈ મોહનલાલ ભટીએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું હતું કે તેમના નાના ભાઈ જયેશભાઈ મોહનલાલ ભટી પોતાનું સીડી ડોન હોન્ડા જીજે-03- બીએલ- 9633 વાળુ લઈને પોતાના ઘરે શાંતીવન સોસાયટી તરફ જતા હતા ત્યારે જુના ઘુટુ રોડ પર એર્કોડ સીરામીક સામે રોડ ઉપર કુતરૂ અચાનક આડુ ઉતરતા તેઓ રોડ પર પડી જતા માથાના ભાગે ઇજા થતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.