મોરબી : નાગડાવાસ નજીક યુવકે ઝેરી દવા પી લીધા બાદ યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. મૂળ રાજસ્થાનના વતની હાલ મોરબી તાલુકાના ટીંબડી ગામમાં રહેતા 20 વર્ષીય વિશાલકુમાર મહેંદ્રભાઈએ ગત તા. 5ના રોજ નાગડાવાસ નજીક નીલકંઠ હોટલ પાસે અજાણ્યા કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આથી, તેને પ્રથમ સારવાર મોરબીની સરકારી હોસ્પિટલમાં આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.