મોરબી : મોરબીના રફાળેશ્વર ગામની સીમમાં મકનસર પોલીસ હેડકવાટર્સ સામે આવેલ સિદ્ધાર્થ ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં અજાણ્યા ટ્રક ચાલકે અરુણકુમાર હીરામણી ગહરવર ઉ.36 નામના યુવાનને હડફેટે લઈ માથા ઉપર વ્હીલ ફેરવી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.