મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા હરેશભાઇ મગનભાઈ સોલંકી ઉ.37 નામના યુવકને ગઈકાલે સાંજના સમયે અચાનક શ્વાસ ઉપડી જતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.