મોરબી : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રજનીશભાઈ પીતાંબરભાઈ પટેલની વાડીએ રહી ખેત મજૂરી કરતા સુરસિંગભાઈ રતનભાઈ ડાવર ઉ.35 નામના યુવાન જીરૂના પાકમાં દવા છાંટતા હતા ત્યારે ઝેરી અસર થતા પ્રથમ જેતપર બાદ મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.