મોરબી : મોરબી શહેરના વાવડી રોડ પર ગાયત્રીનગરમાં રહેતા રાજેશકુમાર નાગદાનભાઈ જેઠા ઉ.25 ગઈકાલે રાત્રીના સમયે એલઇ કોલેજના ગ્રાઉન્ડમાં વોકિંગ કરતા હતા ત્યારે તેઓને અચાનક ગભરામણ થયા બાદ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.