મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વૃષભનગર વિસ્તારમાં રહેતા દીપકસિંહ જ્યોતિસિંહ જાડેજા ઉ.40 નામના યુવાનને બપોરના છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ હાર્ટએટેક આવી જતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.