છાતીમાં દુઃખાવો અને બળતરા થયા બાદ યુવાને દમ તોડ્યોમોરબી : નાની ઉંમરમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે ત્યારે મોરબીના રફાળેશ્વર ગામે રહેતા યુવાનને છાતીમાં દુખાવો અને બળતરા ઉપડયા બાદ દમ તોડી દેતા પાચિયા પરિવારમાં ગમગીની છવાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા ખોડાભાઈ જગાભાઈ પાચિયા ઉ.49 નામના યુવાન પોતાના ઘેર હતા ત્યારે અચાનક પરસેવો વળ્યાં બાદ છાતીમાં દુઃખાવો અને બળતરા થતા મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કરતા પાચિયા પરિવારમાં ગમગીની છવાઈ હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.