ધ્રોલનો યુવક માસીજીને ત્યાં રાંદલ માતાજી તેડ્યા હોય જમવા માટે આવ્યો હતો ત્યારે બનેલી કરુણ ઘટનાટંકારા : રાજકોટ - મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના લજાઈ નજીક આવેલા ઉમા સંસ્કારધામ ખાતે રાંદલ માતાજીમાં પ્રસંગમાં જમવા આવેલા મૂળ જસાપર ગામના વતની અને હાલમાં ધ્રોલ રહેતા યુવકને ઉલટી થયા બાદ હાર્ટએટેક આવી જતા સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જસાપર ગામના વતની અને હાલમાં ધ્રોલના જ્યોતિપાર્કમાં રહેતા ભાવેશભાઈ રામજીભાઈ પનારા ઉ.45 નામના યુવકના મોરબી ખાતે રહેતા માસીજીને ત્યાં રાંદલમાતાજીના લોટા તેડ્યા હોય સામાજિક પ્રસંગનું ઉમા સંસ્કાર ધામ લજાઈ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.દરમિયાન માતાજીના પ્રસંગમાં આવેલા ભાવેશભાઈ પનારાને બપોરના સમયે અચાનક ઉલટી થયા બાદ તીવ્ર હાર્ટએટેક આવી જતા સારવાર મળે તે પહેલાં જ હાર્ટએટેક જીવલેણ નીવડ્યો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.